મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા મોરબીના યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ટંકારામાં રહેતા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ બુટાની વાડી ખાતે રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (39) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટિંગનું કામ કરતો હતો ત્યારે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટંકારાના સો વારીયા ગુલાબ પેટ્રોલ પંપની સામે રહેતા રાજુભાઈ દિનેશભાઈ વિકાણી (50) એ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવની તેઓના દીકરા આકાશભાઈ રાજુભાઈ વિકાણી (25) રહે. સોવારિયા ગુલાબ પેટ્રોલ પંપ પાછળ ટંકારા વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi




Latest News