મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન


SHARE







મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન

અધિક માસની પવિત્ર અમાસના અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તેના “એડોપ્શન ઓફ માઁ” પ્રોજેક્ટ અંતર્ગત ૨૦ જરૂરિયાતમંદ માતાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હિંદુ ધર્મમાં અધિક માસની અમાસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે.આ દિવસે દાન, પુણ્ય, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. વડીલો અને માતૃશક્તિની સેવા કરવી તે સર્વોત્તમ પુણ્ય માનવામાં આવે છે.

આ ભાવનાને સાકાર કરતાં મુસ્કાન વેલફેર સોસાયટીએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ભોજન કરાવ્યું હતું. ઉપરાંત તમામ ૨૦ માતાઓને દૈનિક જીવન માટે ઉપયોગી બેઝિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને દરેક માતાને એક છત્રી તેમજ ગરમીથી રાહત મળે તે હેતુથી શરબતની બોટલ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમાજના વડીલો અને માતૃશક્તિ પ્રત્યે માન, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મુસ્કાન વેલફેર સોસાયટીનો આ એક નમ્ર પ્રયાસ હતો.મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આવા અનેક સેવાકીય અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News