મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ


SHARE







મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ

મોરબીના મધુપુર ગામના વતની છગનભાઇ બાબુભાઈ ઉપસરીયા કોળી તા૧૦-૧૨-૨૪ ના રોજ બપોરે ૧૧ વાગ્યે ઘરે જતા હતા.ત્યારે બાઈક લઈ જતા સમયે જેતપર રોડ પાવડીયાળી કેનાલ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ઓ ૮૮૭૮ ના ચાલકે પુરઝડપે બેફિકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા છગનભાઈ પડી ગયેલ હતા.તેમજ માણસો ભેગા થઈ ગયા હતા.બનાવ બાદ છગનભાઈને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ રાજકોટ સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા.ત્યાં ઓપરેશન કરેલ ૨૫ દિવસ દવાખાનામાં દાખલ રાખેલ હતા.માથામાં ઈજાઓ થયેલ તથા જમણા પગમા ફ્રેકચર થયેલ જે બાબત તેમણે અકસ્માત વળતરની રકમ મેળવવા દાવો દાખલ કરાવ્યો હતો.આ દાવામા સામાવાળા વીમા કંપનીને રૂ.૧૮,૦૦,૦૦૦ નું વળતર ચુકવવાનો હુકમ મોરબીના અધિક ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.આર.નાદપરાએ ફરમાવેલ છે.જે રકમ હુકમની તારીખથી ત્રણ માસમાં જમા કરાવવાનો પણ હુકમ ફરમાવેલ છે.આ કેશમાં અકસ્માતનો ભોગ બનેલા છગનભાઈ ઉપસરીયા વતી અહીંના જાણીતા એડવોકેટ કૌશિકકુમાર એ.ભટ્ટ રોકાયેલ હતા.






Latest News