મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ 


SHARE









મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ 

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને દીવાલ કૂદીને કારખાનામાં આવેલા શખ્સો કોપર તથા એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા હતા જેથી કરીને 1,75,000 ના મુદામાલની ચોરી થવાની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં 3 શખ્સને 1.97 લાખના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

 

મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા 4 શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં ગોડાઉન પણ છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને જુદીજુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાયરની ચોરી કરી હતી જેથી 1,75,000 ના મુદામાલની ચોરીની કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને મોરબી તાલુકા પોલીસી પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમી આધારે મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામના પાટીયા પાસે ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભંગારના ડેલા ખાતે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. હાલ માળિયા ફાટક પાસે કાંતિનગર મોરબી, સાગરભાઇ મેરામભાઇ સોલંકી રહે. મેઘપર તાલુકો માળીયા અને ઈશ્વર ગોપીલાલ ગુર્જર રહે. સાપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 81 કિલો કોપર વાયર તેમજ બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 7013 આમ કુલ મળીને 1,97,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ બે શખ્સનાં નામે સામે આવેલ છે જેમાં રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી રહે, બંને મેઘપર વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલ આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સીટી તથા તાલુકામાં અગાઉ જુદા જુદા પાંચ જેટલા ગુના નોંધાયેલા છે.




Latest News