મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ 


SHARE







મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ 

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાંથી કોપર તથા એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં ગોડાઉન પણ છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને જુદીજુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાયરની ચોરી કરી હતી જેથી 1,75,000 ના મુદામાલની ચોરીની કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

 ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં સાપર ગામના પાટીયા પાસે ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભંગારના ડેલામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે આ ગુનામાં પહેલા આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, સાગરભાઇ મેરામભાઇ સોલંકી અને ઈશ્વર ગોપીલાલ ગુર્જર ની ધરપકડ કરીને તેઓની પાસેથી બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 7013 આમ કુલ મળીને 1,97,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં બે આરોપીને પકડવાના બાકી હતા જે બંને આરોપીને હાલમાં પકડી લેવામાં આવેલ છે જેમાં રવિભાઈ લાખાભાઈ સોલંકી (27) રહે. કાંતિનગર મોરબી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી (21) રહે, મેઘપર વાળાનો સમાવેશ થાય છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

ટંકારાના જીવાપર ગામે રહેતા સીબરીબાઈ સુરપાલભાઈ ભીલ (28) નામની મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટાંકરા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરી હતી અને વધુમાં મહિલાના પતિ પાસેથી મળતી માહિતી મુજબ મહિલાના હાથ ઉપર કપાસમાં છાંટવાની દવા ઢોળાયેલ હતી જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે લઈને આવ્યા હતા

યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા જીગ્નેશ દેવરાજભાઈ શેતાનિયા (30) નામનો યુવાન ખેતરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News