મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ


SHARE









મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે વહેલી સવારે મોરબીના ઘુંટુ ગામની સીમ વિસ્તારમાં રેડ કરી હતી અને ત્યાં ઓટો રીક્ષા મળી આવી હોય તેમાં સર્ચ કરતા ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલ દારૂ તથા રીક્ષા જપ્ત કરવામાં આવી હતી અને પોલીસને જોઈને ભાગી છુટેલા ઈસમને પકડવા અને માલ મોકલનાર તથા મંગાવનારને શોધવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ વોચ-તપાસમાં હતો.ત્યારે મળેલી બાતમીને આધારે તેઓએ મોરબીના ઘુંટુ ગામની સીમમાં હળવદ રોડ બાજુથી પીપળી રોડ તરફ જતા રસ્તે આઈટીઆઈ ની પાસે રેડ કરી હતી.ત્યારે ત્યાંથી સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૯૮૭૦ મળી આવી હતી.ઓટોરિક્ષામાં સર્ચ કરવામાં આવતા તેમાંથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી કરીને રૂપિયા ૧૯,૨૦૦ નો દારૂનો જથ્થો તથા રૂપિયા એક લાખની રીક્ષા ગણીને કુલ રૂા.૧,૧૯,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલ ઉપરોક્ત નંબરની રીક્ષાના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.અને માલ મોકલનાર-મંગાવનાર તથા તપાસમાં જે ખુલે તેને શોધવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક ધરતી ટ્રેડિંગ ખાતે વાતચીતની મીટીંગ દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં શૈલેષભાઈ દેવજીભાઈ હરણીયા (૪૬) મૂળ રહે.નેકનામ ટંકારા હાલ રહે.મોરબી નિર્મલ સ્કૂલ પાસે કેનાલ રોડ મોરબીને ઈજા થઈ હતી.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શૈલેષભાઈના બહેન રિસામણે આવેલ હોય અને બનેવીને સમજાવવા જતા ત્રાજપર ચોકડીએ ધરતી ટ્રેડિંગ પાસે મિટિંગ દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો.જે બાબતે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.મોરબીની અવની ચોકડી પાસે રહેતા રજનીકાંતભાઈ જીવણભાઈ પટેલ (૪૯) તથા રમેશભાઈ ભવાનભાઈ જીવાણી (૫૨) નામના બે લોકોને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી સામાકાંઠે આવેલ ચામુંડા શોપિંગ સેન્ટર ખાતે થયેલ મારામારીના બનાવમાં બંનેને ઈજા થઈ હતી.જેથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારની સામે આવેલ બૌદ્ધનગરમાં રહેતા ભાવનાબેન નરેશભાઈ પરમાર નામના ૩૨ વર્ષાય મહિલા ઘરે ઈસ્ત્રી કામ કરી રહ્યા હતા ત્યારે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેઓને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે




Latest News