મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી !


SHARE







મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી !

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે વળતર માટે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે આંદોલનનો બીજો દિવસે ત્યારે જેરાજ્ય મંત્રીના નાના ભાઈ સહિત જે પાંચ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તેની દરકાર લેવા માટે જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા લેખિતમાં આદેશ કરવામાં આવેલ છે તો પણ તેના આદેશની સ્થાનિક અધિકારીઓએ દ્વારા બેદરકારી રાખીને અવગણના કરવામાં આવી રહી છે.

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે જો કે, ખેડૂતોને વળતર આપ્યા પહેલા જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કેટલું વળતર આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો દ્વારા અગાઉ કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં તેઓનો પ્રશ્ન ઉકેલાયો નથી અને આજની તારીખે પણ ખાનગી વીજ કંપનીના માણસો દ્વારા પોલીસને આગળ કરીને ખેડૂતોના ખેતરોમાં કામ કરવામાં આવી રહ્યું છે

જેથી કરીને જેતપર ગામે સંત કૈલાશગિરિ, રાકેશભાઈ શિવલાલભાઈ અમૃતિયા, નેહુલભાઈ ધિરાજભાઈ અમૃતિયા, રામજીભાઇ  ભાડજા અને નિલેષભાઈ એરવાડિયા દ્વારા ગઇકાલે તા 18 થી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલનનો આજે બીજો દિવસ છે ત્યારે સવારે મહિલાઓ સહિતના ગામના ખેડૂતો ઉપવાસી છાવણીએ આવીને બેઠા હતા અને જે રીતે ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટ હેઠળ નોટિસો આપવામાં આવી છે તેના કાયદા મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે

વધુમાં આંદોલનકારી નિલેશભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતું કે, ગઇકાલથી આંદોલન શરૂ થયું ત્યાર બાદ જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ અને તેની સાથે પ્રતિક ઉપવાસ કરી રહેલા આંદોલનકારીઓના આરોગ્યને ધ્યાને રાખીને એક એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી સ્થાનિક અધિકારી દ્વારા એમ્બ્યુલન્સ કે મેડિકલ સ્ટાફની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તંત્રની આ ઘોર બેદરકારીને લઈને પણ ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે






Latest News