મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું


SHARE







મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું

મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ કારખાનાની લેબર કોલોની અંદર રહેતો યુવાન જમીને ઉભો થયો હતો ત્યારબાદ તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ એકપુરા પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શેતાનભાઈ વેલસીંગ ડામોર (27) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાથી 12:00 વાગ્યાના અરસામાં જમીને ઉભો થયો હતો અને ત્યારબાદ તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કાળુભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો

મોરબીના નાનીવાવડી ગામે રહેતા શ્રદ્ધાબેન કૌશલભાઈ રામાણી (27) અને રૂહીબેન કૌશલભાઈ રામાણી (8) નામના માતા પુત્રીને વિશાલ નામના વ્યક્તિએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

ટંકારાના હમીરપર ગામે રહેતા સુરેશભાઈ જાદવભાઈ થરેસા (40) નામનો યુવાન કાર લઈને મિતાણા નજીકથી જઇ રહ્યો હતો ત્યારે છોટા હાથી અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News