મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા


SHARE









મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા

મોરબીના થોરાળા અને પંચાસર રોડ ઉપરથી ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇકોના ચાલકનું મોત નીપજયું હતું જે બનાવ સદર્ભે મૃતકા યુવાનના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ કરી છે જયારે મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ટેન્કર ચાલકે બાઇકને હેડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો છે.

મોરબીના નાનીવાવડી ગામે શિવવિલા સોસાયટી મકાન નંબર 18 ખાતે રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ સનાવડા (75) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 12 એફડી 3436 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો જીતેન્દ્રભાઈ (44) પોતાની ઇકો ગાડી નંબર જીજે 36 એએફ 0842 લઈને થોરાળાથી પંચાસર જતાં રોડ ઉપરથી પસાર થઈને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટર ચાલકે બેફિકરાયથી પોતાનું ટ્રેક્ટર ચલાવીને કારને સામેથી ટ્રેક્ટર અથડાવ્યું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં ટિંબડી ગામના પાટીયા નજીક આવેલ પાટીદાર ટાઉનશીપની પાછળના ભાગમાં જય ગણેશ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ ચેતરામ શર્મા (30) એ ટ્રક ટેન્કર નંબર જીજે 12 એટી 7073 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે બેલા ગામથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી આરોપી તેનું પાણીનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ (20) રહે. હાલ પટેલો કી કોલ રાજસ્થાન વાળાના બાઈક નંબર આરજે 26 એસ એક્સ 9542 ને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભાનુપ્રતાપને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને અકસ્મતના બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News