મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા


SHARE







મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા

મોરબીના થોરાળા અને પંચાસર રોડ ઉપરથી ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇકોના ચાલકનું મોત નીપજયું હતું જે બનાવ સદર્ભે મૃતકા યુવાનના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ કરી છે જયારે મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ટેન્કર ચાલકે બાઇકને હેડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો છે.

મોરબીના નાનીવાવડી ગામે શિવવિલા સોસાયટી મકાન નંબર 18 ખાતે રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ સનાવડા (75) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 12 એફડી 3436 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો જીતેન્દ્રભાઈ (44) પોતાની ઇકો ગાડી નંબર જીજે 36 એએફ 0842 લઈને થોરાળાથી પંચાસર જતાં રોડ ઉપરથી પસાર થઈને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટર ચાલકે બેફિકરાયથી પોતાનું ટ્રેક્ટર ચલાવીને કારને સામેથી ટ્રેક્ટર અથડાવ્યું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં ટિંબડી ગામના પાટીયા નજીક આવેલ પાટીદાર ટાઉનશીપની પાછળના ભાગમાં જય ગણેશ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ ચેતરામ શર્મા (30એ ટ્રક ટેન્કર નંબર જીજે 12 એટી 7073 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે બેલા ગામથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી આરોપી તેનું પાણીનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ (20) રહે. હાલ પટેલો કી કોલ રાજસ્થાન વાળાના બાઈક નંબર આરજે 26 એસ એક્સ 9542 ને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભાનુપ્રતાપને ગંભીર જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને અકસ્મના બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News