મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે


SHARE









ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે

ટંકારાના જબલપુરથી હીરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી 700 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, ગાડી વિગેરે મળીને 4.45 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ઇકો ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારા તાલુકાના જબલપુર હીરાપર રોડ ઉપર આવેલ સંકલ્પ ગ્રીન હૂડ કારખાના તરફ જવાના રસ્તા ઉપરથી ઇકો ગાડી નંબર જીજે 3 એનડી 9314 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 700 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1.40 લાખનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 4.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે દિલીપભાઈ લાખાભાઈ ગોહેલ (41) રહે. ભગવતી પરા પચ્ચીસ વારીયા ક્વાર્ટર ઝમઝમ બેકરીની સામે રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે. નળખંભા, દશરથભાઈ ઉર્ફ રમેશભાઈ કંઝારીયા રહે. સામતપર અને આશિષભાઈ ઉર્ફે ઇરફાનભાઇ વિકીયા રહે. સરાયા વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News