મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું


SHARE









મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું

મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ કારખાનાની લેબર કોલોની અંદર રહેતો યુવાન જમીને ઉભો થયો હતો ત્યારબાદ તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ એકપુરા પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શેતાનભાઈ વેલસીંગ ડામોર (27) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાથી 12:00 વાગ્યાના અરસામાં જમીને ઉભો થયો હતો અને ત્યારબાદ તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કાળુભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો

મોરબીના નાનીવાવડી ગામે રહેતા શ્રદ્ધાબેન કૌશલભાઈ રામાણી (27) અને રૂહીબેન કૌશલભાઈ રામાણી (8) નામના માતા પુત્રીને વિશાલ નામના વ્યક્તિએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

ટંકારાના હમીરપર ગામે રહેતા સુરેશભાઈ જાદવભાઈ થરેસા (40) નામનો યુવાન કાર લઈને મિતાણા નજીકથી જઇ રહ્યો હતો ત્યારે છોટા હાથી અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News