મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી


SHARE







ખેડૂતોની માંગ પૂરી કરોહવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે વળતર માટે થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આમરણાંત આંદોલનના ચોથા દિવસે રાત્રે હકાભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોકડાયરાના મંચ ઉપરથી “ખેડૂતોની માંગણીઓ પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી હતી.


મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતર માટે થઈને લડત ચલાવવામાં આવી રહી છે અને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે આજે આમરણાંત આંદોલનનો પાંચમો દિવસ છે અને ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો જેમાં ન માત્ર મોરબી તાલુકો કે જિલ્લો પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને આ લોક ડાયરા દરમિયાન હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે “ખેડૂતોની જે માંગણી છે તે પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છેઆજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે” હાલમાં ખેડૂતો પોતાના હક માટે થઈને લડાઈ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે તેવી પણ વાત તેઓએ કરી હતી.

વધુમાં તેઓએ કહ્યું હતુ કેચાર મહિના પહેલા હકાભા ગઢવીને ખેડૂતો માટે લોક ડાયરો કરો તો જે ચાર્જ લેતા હોય તેનો બમણો આપવાની ચેલેન્જ આપવામાં આવી હતી. પરંતુ જેતપર ગામે યોજાયેલા લોક ડાયરામાં હકાભા ગઢવીએ એક પણ રૂપિયો લીધા વગર આવીને તે ચેલેન્જને પૂરી છે અને આટલું જ નહીં આ એક કાર્યક્રમ નહીં ખેડૂતોના હિત માટે આવા 50 કાર્યક્રમો કરવાના હોય તો તેના માટે તેઓ એક પણ રૂપિયો લેશે નહીં તેવીઉ જાહેરાત પણ તેઓએ કરી હતી. તેમજ ડાયરામાં હાજર રહેલા ખેડૂતોને તેઓએ કહ્યું હતું કે, હું આપને વચન આપું છું કે “આખી જિંદગી ક્યારે પણ રાજકારણમાં જવાના નથી”

હાલમાં જે આંદોલન જેતપર ગામે ચાલી રહ્યું છે તેની પ્રસંશા કરતાં હકાભા ગઢવીએ કહ્યું હતું કેઆ હક માટેના આંદોલનમાં ખેડૂતો દ્વારા નેતાઓને બાદ રાખવામા આવેલ છે અને ખેડૂતો સ્વયંભૂ રીતે આંદોલન ચલાવી રહ્યા છે જેથી આ આંદોલનને નેતાઓ તમારી દિશાને ભટકાવી શકશે નહીં અને ખેડૂતો એકતા જાળવી રાખશે તો સો ટકા તેઓની માંગણી પણ સરકાર અને કંપનીએ પૂરી કરવી પડશે વધુમાં તેમણે કહ્યું હતું કે એક નહીં એક લાખ અવાજ જ્યારે એક સાથે બોલાવે ત્યારે ભગવાન પણ સાંભળે છે તો સરકાર પણ સાંભળશે અને ખેડૂતોને ન્યાય પણ મળશે તેવી લાગણી તેઓએ લોક ડાયરાના મંચ ઉપરથી વ્યક્ત કરી હતી






Latest News