વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત


SHARE









મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત

મોરબીના બંધુનગર ગામ પાસે ચક્કર આવતા યુવાન નાલામાં પડી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ચક્કર આવતા નાલામાં પડી જવાથી મેરૂભાઈ માનસિંગભાઈ સાદલીયા (૩૮) રહે.ખારાઘોડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરનું મોત નીપજયું હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલએ લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા વિશાલભાઈ ગગુભાઈ બરારીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ગામ નજીક અજાણ્યા કાર ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામેલ વિશાલભાઈ  બરારીયાને સારવાર માટે લઈ જવાયો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબી કુબેરનગર પાસે રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં રાહુલ જગદીશભાઈ ચાવડા (૨૬) રહે. રણછોડનગર મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ એ ડિવિઝન પોલીસે જણાવેલ છે.




Latest News