મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ


SHARE







મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ

મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાનને છરીના ઘા માર્યા હતા તથા તેની સાથે તેના મિત્રને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવતા ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વજેપર શેરી નં. 11 માં ચંદુભાઈના ડેલા પાસે રહેતા રોહિતભાઈ જગદીશભાઈ બાંભણિયા (19)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ ઉર્ફે જગો સુરેશભાઈ રેસા રહે. વજેપર, દીપ ગણેશભાઈ રાવલ રહે. વજેપર, જીગ્નેશ ભીમાભાઇ રહે. વજેપર, જયપાલસિંહ ઝાલા રહે. શિવ સોસાયટી મોરબી અને સાહિલ મુન્નાભાઈ જાદવ રહે . કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વજેપર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા ઓટલા ઉપર ફરિયાદી તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે આરોપી જગદીશને ફરિયાદીના મિત્ર સાથે જુનો ઝઘડો ચાલતો હોય જે બાબતનો ખા રાખીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાર બાદ જગદીશ અને દીપ દ્વારા છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને તેને વાસા અને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા તો જયપાલસિંહ ઝાલાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને પગના ભાગે માર માર્યો હતો જીગ્નેશ, જયપાલ અને સાહિલે ફરિયાદી તથા સાહેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ દીપે સાહેદ વિશાળને પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News