મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 

વરસાદની ઋતુ શરૂ થતાં જ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા અનેક પરિવારો માટે પોતાના પરિવારને વરસાદથી બચાવવાની ચિંતા વધી જાય છે. આવી જ ચિંતાને થોડું ઓછી કરવાનો પ્રયાસ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલેખનીય છે કે, આ તાડપત્રી લેવા માટેની રકમ સંસ્થાના સભ્યના બાળકોના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલ દાનમાંથી મળી હતી અને બાળકો પણ નાનપણથી જ સેવકીય કર્યા તરફ વળે તેવા ભાવ સાથે સંસ્થાના બહેનો દ્વારા અ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. અને ચોમાસા પહેલા જરૂરિયાત મંદ પરિવારને તાડપત્રી મળી જવાથી તેઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતમાં સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતું કે, સમાજસેવા અને માનવકલ્યાણના વિવિધ પ્રકલ્પો માટે દાન અને સહયોગનું હંમેશા સ્વાગત કરવામાં આવે છે જેથી જે કોઈપના દાતાઓ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓ સંસ્થાના મોબાઈલ નંબર 90169 76954 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News