મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત


SHARE





















મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત

મોરબીની રવિરાજ ચોકડી પાસે ગુરુ ગોવિંદ ટાટાના શોરૂમ પાસે ટ્રકના ટાયરમાં યુવાન હવા ભરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટાયર ફાટ્યું હતું જેથી યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તે યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં આવેલ રવિરાજ ચોકડી પાસે ગુરુ ગોવિંદ ટાટાના શોરૂમ નજીક રહેતો અનુજ રાધાકિશન નાગર (34) નામનો યુવાન ગઈકાલે રાત્રિના પોણા દાસ વાગ્યાના અરસામાં ટ્રકમાં ટાયરની અંદર હવા ભરી રહ્યો હતો દરમિયાન અચાનક ટ્રકનું ટાયર ફાટવાના કારણે યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના બિલિયાળાના રહેવાસી પ્રવિણસિંહ જાડેજા (40) નામનો યુવાન બાઇક લઈને સામખયારી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઈક સાથે ભૂંડ અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

કચ્છના લાકડીયા ખાતે ખરાવાડ વિસ્તારમાં રહેતા નવીનભાઈ ખીમાભાઈ કોળી (28) નામનો યુવાન બાઇક લઈને વાડીએથી લાકડીયા જોતો હતો ત્યારે રસ્તામાં કાર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. #મોરબી #morbi 










Latest News