મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા

મોરબીમાં માધાપરના ઝાપા પાસે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 6,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં માધાપરના ઝાપા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ પરમાર (55) રહે. ગોકુલનગર મોરબી, પરસોતમભાઈ દેવરાજભાઈ ડાભી (64) રહે. માધાપર મોરબી, સલીમભાઈ ઓસમાણભાઈ દલ (49) રહે. કુલી નગર મોરબી અને ચંદ્રેશભાઇ અશોકભાઈ જોશી (40) રહે. મહેન્દ્રપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વરલી જુગાર
માળીયા તાલુકાના રાસંગપર ગામના પાટીયા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આદમભાઈ અલીયાસભાઈ ભટ્ટી (42) રહે. માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 140 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#મોરબી #morbi 




Latest News