મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે થોડા દિવસો પહેલા ફાયરિંગ કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી તે યુવાનની સગીર દીકરીને પોતાના પિતા યાદ આવતા હતા જેથી તેને પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશનની સામેના ભાગમાં રહેતી સાયનાબેન હૈદરભાઈ મોવર (15) નામની સગીરાએ પોતે પોતાના ઘરની અંદર બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોતાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી હતી. વધુમાં આ બનાવની તપાસ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી પ્રમાણે મૃતક સગીરાને તેના પિતા કે જેમની થોડા સમય પહેલા જ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી તેની યાદ આવતી હોય બપોરે જમ્યા બાદ તે રૂમમાં આરામ કરવા માટે ગઈ હતી અને ત્યાં તેને રૂમમાં પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું છે આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.  
#મોરબી #morbi 




Latest News