મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ, વર્ષ 2002/03 થી શરૂ થયેલ આ પરંપરાનો આ વર્ષે છવ્વીસમાં વર્ષે પ્રવેશ પ્રવેશ્યો ત્યારે ચાલુ વર્ષે માધાપરવાડી શાળા કુમાર અને કન્યા શાળા અને માધ્યમિક શાળામાં પ્રગતિના પ્રવોશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 નેવું બાળકોએ ધોરણ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો આ બધાજ બાળકોને ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબહેન પટેલ, તેમજ શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ અને દાદાશ્રીનગરના નિવૃત્ત આચાર્ય તરફથી બંને શાળાને રામ હાટ માટે રૂ 5100 અને 5100/- નું દાન તથા વિનાયક ઇન્ડસ્ટ્રીઝ વાળા કેશુભાઈ હડિયલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો.ત્રણ કિલોમીટર દૂરથી આવતી 150  વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને એસ.પી.મુકેશ પટેલ, મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના વરદ હશે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવાયું હતું.આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ધો.બાલ વાટીકા થી 8 માં પ્રથમ  ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમ્યાન શાળામાં 100 % હાજર રહેનાર, જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતી, આ પ્રસંગે પુષ્ટિ ભટ્ટ અને મીરા પરમારે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કર્યા હતા,આ પ્રસંગને દિપાવવા મુકેશ પટેલ જિલ્લા પોલીસ વડા- મોરબી, જલ્પાબેન ત્રિવેદી જિલ્લા મહિલા અને બાળ અધિકારી-મોરબી પ્રશાંત ગઢવી મામલતદાર મોરબી શહેર તેમજ આ વિસ્તારના કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયા, ગણેશભાઈ ડાભી, સોનલબેન પ્રફુલ્લભાઈ બાવરવા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સતવારા સમાજ વાડીના પ્રમુખ મનસુખભાઈ, આઇસીડીએસ સુપરવાઈઝર એમ.આઈ.એસ.કો.ઓરડીનેર્ટ અભિજીતસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા તુષારભાઈ બોપલીયા, આશિષભાઈ ચાપાણી ત્રણેય આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News