મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE







મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ 2022 માં સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે કેસ મોરબી જિલ્લાની પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલામ હેઠળ  21,500 દંડ ફટકાર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2022 ના જૂન માહિનામાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસરકારી વકીલ એન.ડી. કારીઆએ 15 મૌખિક પુરાવા અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા તેમજ દલીલો કરી હતી તેને ધ્યાને લઈને કોર્ટે આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મુળજીભાઈ શેખવાને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 21,500 નો દંડ કર્યો હતો. તેમજ ભોગ બનનારને ગુજરાતની વિકટીમ કંપન્શેસન યોજના હેઠળ 4  લાખ રૂપિયા અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4,21,500 ચુકવવા માટે આદેશ કર્યો છે.






Latest News