મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન


SHARE









મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
મોરબી જીલ્લામાં પરિવારથી ભટકતા કે ગુમ થયેલા બાળકોના સંરક્ષણ અને આશ્રય માટે કાર્યરત બાળ કલ્યાણ સમિતિ તથા બાળ સુરક્ષા એકમે વધુ એક બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું બાળક રાહ ભટકે અથવા કોઈ બાળ ઉઠાવ ગેંગ તેનો દુરુપયોગ કરે તે પૂર્વે જ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી વાલીવારસ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.


ગત તા. ૧૮-૦૫ ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા આવીને એક બાળકને સોપ્યું હતું અને જણાવ્યું કે તા. ૧૭-૦૭ ના રોજ લક્ષ્મીપરા ચોક વાંકાનેર ખાતેથી મળી આવ્યું છે જે બાળકની પૂછપરછ કરતા તેનું નામ કાનો પુનમભાઈ ભીલ જણાવ્યું હતું જોકે પિતા ક્યાં રહે છે તેની ખબર ના હતી જેથી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરતા બાળ કલ્યાણ સમિતિએ બાળકને ખોખરા હનુમાન સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મોરબી ખાતે આશ્રય આપ્યો હતો બાદમાં સંસ્થાના ગૃહ પિતા કૌશિકભાઈ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કર્યું હતું.

બાળકના જણાવ્યા મુજબ બાળકના વાલીવારસની તપાસ કરતા તા. ૨૦ જુનના રોજ બાળકના પિતા મળી આવ્યા હતા અને તા. ૨૨ ના રોજ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કર્યો હતો બાળકને પણ સમિતિ સમક્ષ હાજર રાખેલ જ્યાં બલકે તેના પિતાને ઓળખી બતાવ્યા હતા જેથી બાળકના પિતાના આધાર પુરાવા ચેક કરી કાયદાકીય ખરાઈ કરી બાળક સોપવામાં આવ્યું હતું જે શુભ કાર્યમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, સભ્યો ખુશ્બુબેન કોઠારી, પીયુતાબેન નાદ્પરા, દીપાબેન રાવલ, ચિરાગભાઈ કણઝારીયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિતની ટીમ જોડાયેલ હતી.




Latest News