મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો


SHARE







મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો

ગુજરાત સરકારના વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોના પુનર્વસન અને કલ્યાણના સેવાભાવી અભિગમને ચરિતાર્થ કરતા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે (IAS) દ્વારા મોરબી તાલુકાના મકનસર ગામે સરકારી ખરાબાની જમીનમાંથી વિચરતી-વિમુક્ત જાતિના કુલ ૫૪ જરૂરિયાતમંદ લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવીને સ્થળ પર જ તેનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.

આ અભિગમ અંતર્ગત મકનસર ગામની સરકારી ખરાબાની સર્વે નં. ૧૩૩/૧ અને ૧૩૨ પૈકીની કુલ ૧૫,૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી પ્રત્યેક લાભાર્થી પરિવારને ૧૦૦ ચોરસ વારનો રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. પ્લોટનો કબજો સોંપવાના આ અવસરે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વંચિત, શ્રમિક અને પછાત વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. વિચરતી જાતિના પરિવારોને સ્થાયી આવાસ પૂરા પાડવાની આ નવતર પહેલ તેમના સામાજિક-આર્થિક સ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવશે અને સ્થિરતા પ્રદાન કરશે.

આ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવનારા મુખ્ય લાભાર્થીઓમાં કરશનનાથ રાઠોડ, અર્જુનનાથ રાઠોડ, રમેશનાથ પરમાર, વેલનાથ પરમાર, ધીરુનાથ રાઠોડ, સિકંદરનાથ ભાટી, મુન્નાનાથ ભાટી અને ભુપતનાથ ભાટી સહિતના ૫૪ પરિવારોનો સમાવેશ થાય છે. વર્ષો જૂનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થતાં તમામ લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આગામી સમયમાં આ વસાહતમાં આવાસ નિર્માણ અને પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટરની સાથે મોરબીના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયા, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News