મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત


SHARE





















મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જઈ રહ્યા હતા અને તેઓની કાર મેઇન રોડ ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં કાર ઘૂસી જવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારની અંદર બેઠેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેના મોત નિપજ્યાં હતા જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા અરવિંદભાઈ જેસીંગભાઇ ઉદેશી (33) અને તેના મિત્ર મહેશભાઈ (24) રહે. ખાખરાળા તાલુકો મુળી વાળા પંચ ગાડીમાં બેસીને સરતાનપર રોડ ઉપરથી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સતનપર ચોકડી પાસે પહોચ્યા હતા અને તેઓની ગાડીને નેશનલ હાઇવે ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં પંચ ગાડી ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા અરવિંદભાઈ તથા તેના મિત્ર મહેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે બંને યુવાનોના મોત નીપજ્યા હતા અને બંને મૃતક યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવી હતી.










Latest News