મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની સરતાનપર ચોકડી પાસે પંચ ગાડી ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં પંચ ગાડીમાં બેઠેલા બે યુવાનોના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળા ગામના રહેવાસી દશરથભાઈ સામતભાઈ અઘારા (27)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંચ ગાડી નંબર જીજે 36 એઆર 6131 ના ચાલક મૃતક અરવિંદભાઈ ઉડેચાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ મહેશભાઈ અને આરોપી અરવિંદભાઈ જેસીંગભાઇ ઉડેચા બંને મિત્રો હતા અને સરતાનપર ગામે રહેતા અરવિંદભાઈની પંચ ગાડીમાં તેઓ સરતાનપર રોડ ઉપરથી સરતાનપર ચોકડી પાસે આવ્યા હતા અને નેશનલ હાઇવે રોડ ઉપર તેઓની ગાડી લઈને આવી રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે 3 સીયું 8913 ના પાછળના ભાગે પંચ ગાડી ઘૂસી ગઈ હતી જે બનાવમાં ફરિયાદીના ભાઈ તથા ગાડી ચલાવી રહેલ અરવિંદભાઈને ગંભીર જાઓ થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવાની ચોરી

મોરબીના જેતપર ગામે રહેતા યતીનભાઈ નાગજીભાઈ પરમાર (26)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે જેતપર ગામે આવેલ ગૌશાળા સામે તેઓએ પોતાના ઘર પાસે તેનું એકટીવા નંબર જીજે 36 એએમ 6270 પાર્ક કરીને મૂક્યું હતું જે 40 હજાર રૂપિયાની કિંમત એકટીવા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છે કે, માળીયા પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે એક શખ્સને પકડી લીધેલ છે પછી આ વાહન ચોરીની ફરિયાદ લેવામાં આવેલ છે






Latest News