મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે


SHARE









ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે

 ગુજરાત કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધી 500 કિ.મી. ની "ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રા પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલની આગેવાની નીકળશે અને ગુજરાતમાં ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન કરવામાં આવશે.

ગુજરાતનો ખેડૂત આજે પોતાના જ ખેતરમાં ગુલામ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યો છે. અને સરકાર ખાનગી કંપનીઓના ઇશારે ખેડૂતોની જમીન, પાણી અને આજીવિકા પર તરાપ મારી રહી છે. ખેડૂતની પૂર્વ મંજૂરી વિના ખેતરમાં વીજલાઈનના થાંભલા નાખવા, પોલીસ બળ વાપરીને જમીન પચાવી પાડવી અને બજારભાવ કરતાં નજીવું વળતર પકડાવી દેવું આ બધું કાયદાના શાસનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હક માટે લડતનું એલાન કરવામાં આવ્યું છે. દિલ્લીના બોર્ડર પર ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો ઈતિહાસ આખી દુનિયાએ જોયો છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને મેદાનમાં ઉતરી છે.*

આજે તા. 26/06 ના રોજ સવારે 9:00 કલાકે રાપર તાલુકાના વ્રજવાણી ગામથી "ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા"નો પ્રારંભ થયો છે અને 500 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દેવભૂમિ દ્વારકા પહોંચશે. આ પદયાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલ મુખ્ય ભૂમિકામાં રહીને સમગ્ર યાત્રાનું નેતૃત્વ કરશે. ત્યારે હજારો ખેડૂતો, યુવાનો અને કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે.

મોરબીના જેતપર ગામે વીજલાઈન મુદ્દે ખેડૂતો દ્વારા જે લોકશાહી અને શાંતિપૂર્ણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને કોંગ્રેસ પક્ષ અને પાંચેય નેતાઓનું સંપૂર્ણ બંધારણીય અને કાનૂની સમર્થન છે. જેતપરના ખેડૂત ભાઈઓ-બહેનો એકલા નથી પાલભાઈ આંબલીયાથી લઈને જીગ્નેશ મેવાણી સુધીનું સમગ્ર નેતૃત્વ તેમની પડખે ઉભું છે. અને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકવામાં આવશે તેમાં સંમતિનો અધિકાર, વાજબી વળતરનો અધિકાર, કાયદાનું પાલન, SOPની માંગ, જવાબદારી નક્કી કરો.

આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં વીજલાઈન અને અન્ય પ્રોજેક્ટમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયની તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે, મોરબી જિલ્લાના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની તમામ કાયદેસર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેનો સમાવેશ થાય છે અને જ્યાં સુધી ખેડૂતોને કાયદા મુજબ સંપૂર્ણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને પાંચેય નેતાઓની આગેવાનીમાં શાંતિપૂર્ણ, લોકશાહી અને કાનૂની લડત ગુજરાતમાં અવિરત ચાલુ રહેશે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂત ભાઈઓ, બહેનો, યુવાનો, વકીલ મિત્રો, ડોક્ટરો, વેપારીઓને આ ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.




Latest News