મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભલગામ પેટ્રોલ પંપની સામેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ડમ્પર ચાલકે બાઈક સહિત આધેડ ને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં આધેડને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચોટીલા તાલુકાના ખેરડી ગામના રહેવાસી વિપુલભાઈ રમેશભાઈ ગોહેલ (23) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 39 ટીબી 6507 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ થી ચોટીલા તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ભલગામ પેટ્રોલ પંપની સામેના ભાગમાંથી ફરિયાદીના પિતા રમેશભાઈ પોતાનું બાઈક નંબર જીજે 13 બીડી 4452 લઈને ખીજડીયા ગામેથી પરત પોતાના ઘરે ખરેડી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ડમ્પર ચાલકે ફરિયાદીના પિતાને બાઈક સહિત હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના પિતા રમેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેઓનું મોત નિપજ્યું હતું અને ડમ્પર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News