મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે


SHARE







મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે

​મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ અને આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાના આશય સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની પ્રગતિ હેઠળની કામગીરીની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરએ બ્રિજ નિર્માણ ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ટેકનિકલ સમીક્ષા કરી હતી.

​આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ કામગીરીની ગતિ વધારી ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી અને હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ​આ સ્થળ મુલાકાત અને સમીક્ષા સમયે કલેક્ટરની સાથે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદરોજા તેમજ પ્રશાંત વીરાણી સહિત વહીવટી તંત્ર અને કન્સ્ટ્રક્શન એજન્સીના ટેકનિકલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News