મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ


SHARE









જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને ગામોગામથી સમર્થન મળી રહ્યું છે દરમિયાન મોરબી તાલુકાના આંદરણા ગામના સરપંચ સહિતની સમગ્ર બોડી દ્વારા જો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં આવે તો સામૂહિક રીતે ગ્રામ પંચાયતની સમગ્ર બોડી રાજીનામાં મુકશે તે પ્રકારનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં મૂકીને જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનને  સમર્થન આપવામાં આવ્યું છે

મોરબીના જેતપર ગામે છેલ્લા નવ દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી તેઓના ખેતરોમાં આવતા વીજપોલનું પૂરતું વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપર આંદોલન કરવામાં આવી રહ્યું છે અને નવ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેડૂતો તથા મહિલાઓ સહિતના લોકો દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી છે અને આ ખેડૂત આંદોલનને ગામો ગામથી લોકોનું જન સમર્થન મળી રહ્યું છે દરમ્યાન જો મોરબી તાલુકાના આંદરણા ગામની વાત કરીએ તો શુક્રવારે મોરબીના સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે જેમાં અંદરના ગામના સરપંચ, ઉપસરપંચ સહિતની સમગ્ર બોડી દેખાઈ રહી છે અને જો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો 48 કલાકની અંદર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આંદરણા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત સમગ્ર બોડી દ્વારા સામુહિક રીતે રાજીનામાં મુકવામાં આવશે તે પ્રકારની ચીમકી ગામની ચૂંટાયેલી બોડી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આમ જેતપર ગામેથી શરૂ થયેલ આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે અને જો નજીકના દિવસોમાં આંદોલનનો કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈને ગાંધીનગર ખાતે આંદોલનના મંડાણ કરે તો નવાઈ નથી.






Latest News