મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત


SHARE









માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત

માળિયા મિયાણા વિસ્તારમાં ધો. ૯ માં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૧૯ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા છે ત્યારે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરી છે અને શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

માળિયા મિયાણા શહેરમાં આવેલી શ્રી જોશી હાઈસ્કૂલ અને નજીકની શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-૯ ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થયેલ છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં પ્રત્યુતરમાં ડી.ઈ.ઓ. કચેરી તરફથી હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને શ્રી જોશી હાઈસ્કૂલ અથવા શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધો. ૯ માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણ વિભાગના આ હકારાત્મક નિર્ણયથી પ્રવેશથી વંચિત ૧૯ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વ્યાપેલી ચિંતા દૂર થઈ છે અને મોટી રાહત મળી છે.




Latest News