મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે


SHARE







મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામ પાસે ઈશાન કોમ્પ્લેક્સ માં જુગાર રમવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે પહેલા માળ ઉપર આવેલ બેસીમ કોર્પોરેશન નામની ઓફિસમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી એક લાખથી વધુની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પીઆઇ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે ઈશાન કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે લાલપર ગામની સીમમાં ઇશાન કોમ્પ્લેક્ષમાં બેસીમ કોર્પોરેશન નામની પહેલા માળે આવેલ જયેશભાઇ અમરશીભાઇ દલસાણીયાની ઓફિસમાં રેડ કરી હતી ત્યારે જયેશભાઈ અમરશીભાઈ દલસાણીયા રહે. રાજપર, કપીલભાઈ ભગવાનજીભાઈ અઘારા રહે. મહેન્દ્રનગર, હિતેષભાઈ જેરામભાઈ વિઠ્ઠલાપરા રહે- મહેન્દ્રનગર, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા રહે- મહેન્દ્રનગર અને દેવકરણભાઈ આંબાભાઈ ભાડજા રહે- મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલી રોકડા રૂપિયા 1,00,930 કબજે કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓફિસની અંદરથી જુગાર રમતા મળી આવેલા શખ્સો રાજપર અને મહેન્દ્રનગર ગામના હોવાનું સામે આવ્યું છે॰ત્યારે આ શખ્સો શું પગપાળા ચાલીને તે ઓફિસ સુધી જુગાર રમવા માટે થઈને આવ્યા હતા ? તે લોકો પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને જુગાર રમવા માટે ગયા હતા ? અન્ય કોઈ કિમતી મુદ્દામાલ તેમની પાસે હતો કે કેમ ? અને જો હતો તો શા માટે પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવ્યો નથી ? આ સહિતની અનેક બાબતો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. #morbi #મોરબી






Latest News