મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ


SHARE









મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ

મોરબીમાં છેલ્લા દિવસોમાં હત્યાના અનેક બનાવો બન્યા છે. જેમાં હત્યાના વધુ એક બનાવનો ઉમેરો થયો છે.જેમાં જેતપર રોડે આવેલા રંગપર ગામે કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવેલ છે.મૃતકની સાથે રહેતા યુવક દ્વારા જ માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.આ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ તેના માસીની દીકરી બહેનોની સાથે અહીં મોરબી ખાતે રહીને મજૂરી કામ કરતી રેખાબેન ઉર્ફે રિયા નામની ૨૦ વર્ષની મહિલા રંગપર ગામે આવેલ મારબીક કંપનીના લેબર કવાટરમાં એક યુવાન સાથે રહેતી હતી.તે દરમિયાનમાં તા.૨૫-૬ ની રાતના રેખાબેન અને તેની સાથે રહેતા મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે મૂળ.એમપી નામના યુવક વચ્ચે ઝઘડો થયો હતો.અને તેમાં યુવકે આવેશમાં આવીને રેખાબેનના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને રેખાબેનની હત્યા કરી નાખી હતી.ત્યાર બાદ કોન્ટ્રાક્ટર બીપીનભાઈ માવજીભાઈ પરમાર દ્વારા ડેડબોડીને સિવિલે લઈ આવવામાં આવી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા તથા રાઇટર નારણભાઈ છૈયા અને સ્ટાફ આગળની તપાસ ચલાવી રહ્યો છે. આ બનાવ સંદર્ભે હાલમાં શિવકુમાર પ્રેમલાલ મરાવી (38) ની ફરિયાદ લઈને પોલીસે મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે.મૂળ એમપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા રેખાબેન આરોપી સાથે પત્ની તરીકે છેલ્લા દોઢ મહિનાથી કારખાનાના ક્વાર્ટરમાં રહેતી હતી દરમ્યાન કારખાનામાં આરોપીની સાથે કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે મૃતક રેખાબેન વાતચીત કરતી હોય બંને વચ્ચે લફરૂ ચાલુ છે.તેવી શંકા રાખીને આરોપી મહેન્દ્રસિંહએ મહિલાની હત્યા કરી નાખી છે.જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ તરીકે

અત્રે નોંધનીય છે કે છેલ્લા છ મહિનામાં એક ડઝન જેટલી હત્યાઓ થઇ હોવાનું સામે આવ્યુ છે.જેને લઈને પોલીસની ધાક અને કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.જો છેલ્લા થોડા મહિનાઓમાં થયેલી હત્યાની વાત કરીએ તો મોરબીની અણીયારી ચોકડી પાસે પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાનની હત્યા, મોરબી નજીક પરિણીતાને ફોનમાં મેસેજ કરવા બાબતે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા, વાંકાનેરમાં પત્ની દ્વારા પ્રેમી અને પોતાની જ માતા સાથે મળીને પતિની હત્યા, મોરબી બી ડિવિઝન હદના શોભેશ્વર રોડ ઉપર દારૂની બાતમી આપતો હોવાની શંકા કરીને યુવાનની ફાયરિંગ તથા હથિયાર હત્યા, જેતપર રોડે જમીન દલાલીના પૈસા મુદદે યુવકને મારી નાંખીને જમીનમાં દાટી દઈને હત્યા, માળિયામાં તાજેતરમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યા, ટંકારામાં જમીન માપણી મુદે ડબલ મર્ડર, ટંકારાના જ સરૈયા ગામે આડા સંબંધોની આશંકાને પગલે પતિ દ્વારા પત્નીની હત્યા, મોરબીના વનાળીયા ગામે ઘર નજીક ગાળો બોલવાની ના કહેતા જ કાકા દ્વારા છરીના ઘા ઝીંકીને ભત્રીજાની હત્યા અને થોડા સમય પહેલા માળીયા મીંયાણામાં કામ બાબતે ઠપકો દેતા ખુદ પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરવામાં આવી હતી.આવા અનેક ગંભીર બનાવો છેલ્લા સમયગાળામાં મોરબીમાં બન્યા છે.જે મોરબી પોલીસની કામગીરી અને ધાક સામે સવાલો ઊભા કરે છે.  #morbi #મોરબી 




Latest News