મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત


SHARE







મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલા ગુંગણ ગામે રહેતો મુકેશભાઈ હરખાભાઈ દેલવાણીયા (દેવીપૂજક) નામનો 45 વર્ષનો યુવાન ગત રાત્રી નવેક વાગ્યે બાઈક લઈને જતો હતો ત્યારે ગુંગણ-કૃષ્ણનગર વચ્ચે તેનું બાઈક જેસીબી સાથે અથડાયુ હતું. જે બનાવમાં ગંભીરપણે ઘવાયેલા મુકેશભાઈ દેલવાણીયાને મોરબી અને બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. જયાં ટુંકી સારવાર દરમ્યાન મુકેશભાઈ દેવીપુજકનું મોત નિપજયું હતું. રાજકોટ ખાતેથી જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ છે.

વાહન અકસ્માતે ઈજા
 મોરબીના મહેન્દ્રનગર ગામનો પ્રતાપ બંસીધરભાઈ જાટ (42) નામનો યુવાન માળીયા હાઈવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે માળીયા નજીક તે વાહન સહિત પડી જતા ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયો હતો. જયારે મોરબીના હળવદ ખાતે રહેતા પરીવારની દક્ષાબેન ચંદુભાઈ ગૌસ્વામી નામની સોળ વર્ષની સગીરા ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ભુલથી એસીડ પી લેતા હળવદ ખાતે પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવેલ હોય એ ડીવીઝન પોલીસ મથકના ડી.આર. ઝાલાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં
 માળીયા મીંયાણા તાલુકાના ખીરઈ ગામ નજીક હાઈવે ઉપર પાણીની ટાંકી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા દિપકભાઈ મહંતભાઈ યાદવ નામના 35 વર્ષના યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. જયારે દલવાડી સર્કલ મચ્છુનગર પાસે રહેતા મોતીભાઈ સુરાભાઈ (30)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સીવીલે લઈ જવાયો હતો. તેમજ સામેના પક્ષેથી બાબુભાઈ ભીમાભાઈ ખેંગાર (37) તથા અનીતાબેન બાબુભાઈ (35)ને પણ મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

ફીનાઈલ પી લેતા સારવારમાં
 મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતી માહીબેન નિલેશભાઈ કાલરીયા (18)એ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર માટે મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલ વિશાલદીપ ટાઈલ્સના કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલ પુષ્પાબેન ભીખાભાઈ નકુમ (29), જયાબેન ભીમાભાઈ (22) અને પ્રવિણાબેન ભીખાભાઈ નકુમ (30)ને કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતા ત્રણેયને અહીંની સીવીલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News