મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ 


SHARE









મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ 

મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા થઈ હતી.તેઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.ત્યાં તે ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે.પરિવારજનોએ જણાવ્યા મુજબ, અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉંમર વર્ષ 55, રહે. ભોયવાડા, ઉસ્માનીયા મસ્જિદ, પાસે, મોરબી) ગુરૂવારે રાત્રે 12.30 વાગ્યાં આસપાસ પોતે ગ્રીન ચોકમાં પોતાની જાતે છરી વડે તાજીયા રમતા હતા.ત્યારે છાતીમાં છરી લાગી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા છે.અબ્દુલશા મજૂરી કામ કરે છે. 5 ભાઈ અને 3 બહેનમાં નાના છે.તેઓને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. બનાવથી પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે.




Latest News