મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત

મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા મોરબીના ભોયવાડામાં રહેતા અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉ.વ.૫૫) ને ગંભીર ઈજાઓ થઈ હતી.જેથી તેઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ મૃતક અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉંમર વર્ષ ૫૫) રહે. ભોયવાડા, ઉસ્માનીયા મસ્જિદ, પાસે, મોરબી ગત ગુરૂવારે રાત્રે ૧૨:૩૦: વાગ્યાં આસપાસ ગ્રીન ચોકમાં પોતાની જાતે છરી વડે તાજીયા નિમિતે હુલ લેતા હતા.ત્યારે છાતીમાં છરી લાગી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા.અબ્દુલશા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા.૫ ભાઈ અને ૩ બહેનમાં નાના હતા.તેઓને સંતાનમાં ૨ દીકરા અને ૧ દીકરી છે.બનાવથી પરિવારજમાં શોક વ્યાપી ગયો છે.






Latest News