મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત


SHARE









મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત

મોરબીની ખારચીયા ગ્રામ પંચાયત દ્રારા જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થયા હોવા અંગે રજુઆત કરવામાં આવેલ છે.

રજૂઆતમાં જણાવાયેલ છેકે અમો મોરબી જિલ્લાના ખારચીયા ગામના તથા આમરણ ચોવીસીની આજુબાજુના ગામોના ખેડૂતો છીએ.અમારા વિસ્તારના મોટાભાગના ખેડૂતોના બેંક ખાતા 'ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ' આમરણ શાખામાં આવેલા છે.આ પત્ર દ્વારા એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરવામાં આવેલ છેકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રૂા.૨૦૦૦ ના છેલ્લા બે હપ્તા અમારા વિસ્તારના એટલે કે ખારચીયા અને આમરણ ચોવીસીની આસપાસના તમામ ખેડૂતોના ખાતામાં હજુ સુધી જમા થયા નથી.અહીંના ખેડૂતો નિયમિત રીતે યોજનાનો લાભ મેળવતા હતા અને તેમના ખાતા પણ સક્રિય છે.તેમ છતાં, છેલ્લા બે હપ્તાથી વંચિત રહેવાના કારણે ખેતીકામ અને આર્થિક આયોજનમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.આ સમસ્યા કોઈ એક વ્યક્તિગત ખેડૂતની નથી, પરંતુ આખી બેંક શાખા અને સમગ્ર પંથકના ખેડૂતોની છે.તેથી આમાં કોઈ ટેકનિકલ ખામી અથવા બેંક સ્તરે કોઈ પ્રક્રિયા અટકેલી હોય તેવી સંભાવના છે.માટે અધીકારી તરીકે આ બાબતને પ્રાથમિકતા આપીને સંબંધિત બેંક અને પીએમ કિસાન વિભાગ સાથે યોગ્ય તપાસ કરાવીને ખેડૂતોના અટકેલા હપ્તા વહેલી તકે તેમના ખાતામાં જમા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.




Latest News