મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા


SHARE









મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનને સમર્થન આપવા માટે મોરબી સિરામિક ટ્રેડર્સ દ્વારા આજે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ટ્રેડર્સો કાર સાથે જોડાયા હતા અને ખેડૂતો પોતાની વાજબી માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે.તેમાં સરકાર મધ્યસ્થી કરીને તેઓને પૂરતું વળતર માટે તે રીતે પ્રશ્નના ઉકેલે તેવી લાગણી ટ્રેડર્સોએ વ્યક્ત કરી હતી.દરમિયાન સિદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગઈકાલે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ આંદોલનનો વહેલી તકે સુખદ અંત આવશે તેવી લાગણી તેઓ વ્યક્ત કરી હતી.

મોરબી તાલુકાના જેતપર ગામે ગત તા.૧૮ થી ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.અને આમરણાંત આંદોલનનો શનિવારે ૧૦ મો દિવસ હતો.ત્યારે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન કે, જેની સાથે ૨૬૦૦ જેટલા સીરામીકના વેપારીઓ જોડાયેલા છે.તેમના દ્વારા એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસેથી જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની કાર રેલી યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં ટ્રેડર્સ પોતાની કાર સાથે જોડાયા હતા અને ખેડૂતોની આંદોલનની છાવણી ખાતે પહોંચીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ઉભા કરવામાં આવતા ખાનગી વીજપોલને સામે પૂરતું વળતર માંગવામાં આવી રહ્યુ છે તે માંગણી સંતોષવામાં આવે તેવી લાગણી સિરામિક ટ્રેડર્સો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અને સરકાર દ્વારા આ મામલે મધ્યસ્થી કરીને વહેલી તકે ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય અને આંદોલનનો સુખદ અંત આવે તેવી પણ લાગણી સિરામિકના વેપારીઓએ વ્યક્ત કરી હતી.જોકે ઉપવાસી છાણી ખાતે હાજર રહેલા સીદસર મંદિર ટ્રસ્ટના કારોબારી સભ્ય મનુભાઈ કૈલા એ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસ્થાન ખાતે સિદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેતપર ગામે ચાલતા આંદોલન બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળ્યા હતા અને ખેડૂતોની જે માંગણી છે કે તેઓને પૂરતું વળતર મળે, ઓછું નુકસાન થાય અને તેઓની ખેતીની જમીનમાં વચ્ચો વચ્ચ વીજપોલ ઊભા કરવાના બદલે સાઈડમાં શેડા પાસે ઊભા કરવામાં આવે આ સહિતની માંગણીઓની મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને જેમાં તેમના તરફથી હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે જેથી આગામી બે થી ત્રણ દિવસની અંદર આ આંદોલનનો સુખદ અંત આવશે તેવી લાગણી મનુભાઈએ વ્યક્ત કરી હતી.




Latest News