મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ


SHARE







મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા જીગરભાઇ કાનજીભાઇ લાડોલા પટેલ નામના યુવાને તાલુકા પોલીસ મથકે જાહેર કર્યું હતું કે ગત તા.26-6ના રાત્રીના તેમના પિતા કાનજીભાઇ લાડોલા પટેલ રહે. વિશાલદીપ સોસાયટી લાલપર ઘરે કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. ઘરમેળે શોધખોળ કરવા છતાં કાનજીભાઇનો પતો લાગ્યો નહોય. પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નેદરામભાઇ મેસવાણીયાએ તપાસ શરુ કરી છે.

► વાહન અકસ્માત

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ દિપક મહંતભાઇ યાદવ (35) રહે. નવકાર કોર્પોરેશન માળીયા મીં.ને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો. જ્યારે લાલપર ગામ પાસેના શ્રીજી સીરામીક પાસેથી બાઇક લઇને જઇ રહેલા વિપુલ પરસોતમભાઇ સોજીત્રા રહે. શિવપાર્ક સોસાયટી મહેન્દ્રનગરના બાઇક આડે અચાનક ખૂંટીયો ઉતરતા તેનું વાહન સ્લીપ થતાં વિપુલભાઇને અત્રેની ખાનગી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા.

► મારામારીમાં ઇજા

મકનસર ગામે રહેતા પ્રદિપ જગદીશભાઇ પરમા નામના યુવાને હળવદ રોડ ઉંચી માંડલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ભરતનગર પાસે ટ્રક પલ્ટી મારી જતા ઇજા પામેલા હિતેષ પિતાંબરભાઇ સોલંકી રહે. ઉમીયાનગર સામાકાંઠેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

► લીલાપર મારામારી

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ કષ્ટભંજન કારખાના પાસે રહેતા સુનીલ તેહસીલદાર રજપુત, આલોક રામપ્રસાદ અને શિવમ રામચંદ્રને મારામારીની ઘટનામાં ઇજાઓ થતાં ત્રણેયને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે વાવડી રોડ ગણેશનગર પાસે આવેલ રામદેવ કાપડ નજીક બે બાઇક સામસામે અથડાયા હતા આ બનાવમાં ગંગારામભાઇ પોપટભાઇ કંસરીયા રહે. ગોકુળનગર શનાળાને ઇજાઓ થતાં ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમજ માળીયા મી.ના પંચવટી ગામે કોઇ કારણોસર ફિનાઇલ પી જતાં રવિનાબેનને અહીંની ખાનગી હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવેલ છે.






Latest News