મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત

 

મોરબી તાલુકાના ધુળકોટ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા પરપ્રાંતિય પરીવારની વિનાબેન ઉર્ફે વિણાબેન અમરશીભાઈ પલાસ નામની નવ વર્ષની દિકરીને સાપ કરડી ગયો હતો. જેથી બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જયાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને વિનાબેનને મૃત જાહેર કરી હતી અને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી સ્ટાફના ગીરીશભાઈ મારૂણીયાએ આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે મજુર પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.

► નવ બોટલ પકડાઈ
 મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફે જુના ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે ભાણો રમેશભાઈ વિંજવાડીયા કોળી (34) નામના યુવાનને સોસાયટીના નાકા પાસે અટકાવી ઝડપી લેતા રવિ પાસેથી દારૂની નવ બોટલો કિંમત રૂા.810નો મુદામાલ મળી આવેલ હોય તેની સામે પ્રોહીબીશન એકટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે માળીયા ફાટક નજીકથી પસાર થઈ રહેલા ગૌતમ દિલીપભાઈ ઉપાધ્યાય (38) રહે. ઘુંટુ અજાણ્યા માણસે માર મારતા ગૌતમભાઈને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

► મારામારીમાં ઈજા
 મોરબી નવલખી રોડ રણછોડનગરમાં રહેતા શબ્બીર મુસાભાઈ જેડાને વીસીપરા મીલની ચાલી હુસેની ચોક પાસે તેના સસરાને માર મારતા ઈજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે સો ઓરડી પાછળ આવેલ માળીયા-વનાળીયા, સોસાયટીમાં રહેતા મોરારદાસ રતનદાસ ગોહિલ (28) નામના યુવાનને રામદેવનગરમાં આવેલ કરીયાણાની દુકાન પાસે મારામારીમાં ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

► દંપતી ઉપર હુમલો
 સુરેન્દ્રનગરના હનીફભાઈ ગફુરભાઈ સીપાઈ (35) અને ખુશ્બુબેન હનીફભાઈ (33) કામ સબબ સામે કાંઠે આવેલ આવેલ માળીયા ફાટક પાસેના કાંતીનગરમાં સગાને ત્યાં આવ્યા હતા. જયાં બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે રવાપર (નદી) ગામ પાસેના ભકિતનગરમાં રહેતા ચતુરભાઈ સુંદરજીભાઈ છત્રોલા (65) નામના વૃધ્ધ કોઈ કારણોસર ડિઝલ પી જતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 મહેન્દ્રનગર ગામ પોના ઈન્દીરાનગરમાં રહેતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (38) નામના યુવાનને ત્યાં આવેલ બાલ મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો અને કુબેર ટોકીઝ પાછળના મફતપરામાં રહેતા રજનીભાઈ ધમાભાઈ વાઘેલા (35) નામના યુવાનને ઘર નજીક મારામારીમાં માથામાં ગંભીર ઈજાઓ થતા અત્રેની સિવિલે ખસેડાયા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News