મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં


SHARE





















મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં

મોરબીના ભારતનગર ગામ પાસે રોડની કટ પાસેથી ડબલ સવારી બાઈકમાં યુવાન તેની પત્નીને બેસાડીને જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો. દરમ્યાન યુવાનના બાઈક પાસેથી ટ્રક કન્ટેનર પસાર થતું હોવાથી તેની સાથે મહિલાનો હાથ અથડાયો હતો અને આ બનાવમાં દંપતીને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અરવિંદભાઈ માવજીભાઈ જાદવ (47)એ અજાણ્યા બાઈક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે ફાર્મની સામેના ભાગમાં રોડની કટ પાસે અજાણ્યા બાઇક ચાલકે ફરિયાદીના બાઇક નંબર જીજે 36 કે 3288 ને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને ત્યારે ફરિયાદીના બાઈકની બાજુમાંથી ટ્રક કન્ટેનર પસાર થઈ રહ્યું હોવાથી તેની સાથે ફરિયાદીના પત્ની ગીતાબેનનો ડાબા હાથ અથડાયો હતો જેથી ફરિયાદીના પત્નીને હાથ અને પાંસળીમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ ફરિયાદીને પગના ભાગે અને શરીરે ઇજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર નોતીયાર ચાની દુકાન પાસે વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવેલ હોય પોલીસે 1600 રૂપિયાની રોકડ સાથે આરોપી ઈસુબભાઈ હારુનભાઈ મોવર (44) રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે










Latest News