હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા


SHARE







વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને ભાઈની સારવાર સહિતના કામ માટે રૂપિયાની જરૂર હતી ત્યારે જુદાજુદા 3 વ્યક્તિ પાસેથી 30 થી 35 ટકા ના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા પાછા આપી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની અગાઉ ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી કબ્જે કરેલ 10.49 લાખનો મુદામાલ મૂળ માલીકને પાછો આપેલ છે.

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા પ્રવીણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ રમેશભાઈ અબાસણીયા, બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઈ ગીગોરા અને હિતેશભાઈ મગનભાઈ પટેલ સામે ફરિયાદ કરી હતી કે, તેઓને મજૂરનો પગાર ચૂકવવા અને ભાઈની સારવાર માટે વર્ષ 2024 માં રૂપિયાની જરૂર પડતા તેઓએ અજયભાઈ પાસેથી 3 લાખ રૂપિયા 30 થી 35 ટકાના વ્યાજે લીધેલા હતા અને વ્યાજ તથા પેનલ્ટીની રકમ ઉમેરીને ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ કુદરતની બીક રાખીને મૂળ રકમ લઈ લેવા કહ્યું હતું અને તે સમયે અજયભાઈએ ફરિયાદીને છરીના ઘોદા મારી દેવાની ધમકી આપીને છરી અડાડી હતી અને 5 લાખ રૂપિયા કઢાવી લીધા હતા આમ અજય ભાઈને વ્યાજ પેટે 30 લાખ રૂપિયાના મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી છતાં પણ તેની પાસેથી વ્યાજનું વ્યાજ ગણીને વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને પઠાણી ઉઘરાણી કરીને ઘર વેચીને નાણા ચુકવવા ધાક ધમકી આપવામાં આવતી હતી 

દરમિયાન ફરિયાદીએ બીજલભાઇ પાસેથી દોઢ લાખ રૂપિયા 35 ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે આશરે 5 લાખ રૂપિયા જેટલું વ્યાજ તથા મુદલ ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.20 લાખ રૂપિયા દેવા માટે ફરિયાદી અને તેના છોકરાઓને મારી નાખવાની ધમકી આઈ હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી બાઇક નંબર જીજે 36 બીસી 0783 જેની કિંમત 98,681 હપ્તેથી લેવડાવીને બાઈક બળજબરીથી બીજલભાઇએ પડાવી લીધું હતું અને 20  હજાર રૂપિયા દેવાના બાકી તેવું કહી ફરિયાદીના ઘરે જઈને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી 

જ્યારે આરોપી હિતેશભાઈ પટેલે ફરિયાદીના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેન્કમાં ગીરવે પડેલા તે છોડાવીને વગર વ્યાજ3.56 લાખનું ધિરાણ કરી ફરિયાદીએ દાગીના છોડાવતા આરોપીએ ફરિયાદીને આ રૂપિયા ઉપર વ્યાજ આપવું પડશે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્નીના સાડા ત્રણ તોલાના દાગીના પડાવી લઈ ઊંચું વ્યાજ ગણીને 8,00,000 ની માંગણી કરી હતી આમ જુદા જુદા સમયે ત્રણેય વ્યક્તિઓએ યુવાનને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપી હતી.

આ ગુનામાં પોલીસે અગાઉ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ફરિયાદી અને સાહેદ પાસેથી પડાવી લેવામાં આવેલ સોનાના દાગીના, બાઇક અને કારને કબ્જે લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કોર્ટના હુકમ પછી ફરિયાદી અને સાહેદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં 30 હજારનું બાઇક, 3 લાખની કાર અને 7,19,440 ના દાગીના આમ કુલ મળીને 10,49,440 નો મુદામાલ મૂળ મલીકને પાછો આપવામાં આવેલ છે.






Latest News