વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી


SHARE







સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં મોરબીના જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલનને લઈને મહત્વનો નિર્ણય લેવાય અને ગુજરાત રાજ્ય માટે વીજપોલના વળતરની નવી નીતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ હતી પરંતુ તે બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે જેતપર ગામેતી ખેડૂત આંદોલન સમિતિ સભ્યો દ્વારા સરકાર જે કોઈપણ નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે

મોરબીના જેતપર ગામે 14 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે 14 માં દિવસે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં કેબિનેટની મિટિંગ મળી હતી અને આ મીટીંગની અંદર સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપનીના જે વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે વળતરની નવી નીતિ જાહેર કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી જોકે, રાજયના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી તેમાં વીજપોલના વળતરની નવી નીતિ બાબતે કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે મોરબીના જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આંદોલન સમિતિના સભ્યસરકારને ચોખા શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે જે કોઈપણ નિર્ણય લેવા માંગતી હોય તે બાબતે વહેલી તકે નિર્ણય જાહેર કરે અને ખાસ કરીને ખેડૂતો દ્વારા જે છ માંગણીઓ સરકાર સમક્ષ લેખિતમાં આપવામાં આવી છે તેના બાબતે સરકાર શું કરવા ઈચ્છે છે તેનો લેખિતમાં જવાબ આપે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને જો હવે આંદોલન લાંબો સમય ચાલશે તો સમગ્ર રાજ્યની અંદર આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે તેવી પણ શક્યતા હાલમાં નકારી શકાતી નથી તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News