મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ


SHARE









ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડથી લઈને જેતપર ગામે આવેલ આંદોલનકારીઓની ઉપવાસી છાવણી સુધી હળવદના વેપારીઓ અને ખેડૂતોની બાઈક અને કાર રેલી યોજાઇ હતી અને તેમાં અંદાજે 1200 થી 1500 જેટલા લોકો જોડાયા હતા અને આ રેલી નીકળી હતી ત્યારે હળવદથી લઈને જેતપર ગામ સુધીનો માર્ગ “જય જવાન, જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ગામો ગામથી ખેડૂતો સહિતના લોકોનું સમર્થન મળી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, વિવિધ સમાજ અને સંગઠનના લોકો ઉપવાસી છાવણી ખાતે આવતા હોય છે અને ત્યાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે જે લડાઈ કરવામાં આવી રહી છે તેને સમર્થન આપતા હોય છે આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભુ રીતે સવારથી જ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું અને સાંજે 5:00 વાગ્યે હળવદ માર્કેટ યાર્ડ ખાતેથી બાઈક અને કાર સાથે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને જેતપર ગામે આવેલ ઉપવાસીઓની છાવણી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને આ રેલી જ્યારે હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ હતી અને રેલી જેતપર ગામ સુધી પહોંચી ત્યારે મુખ્ય માર્ગ “જય જવાન જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો આટલું જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરની અંદર અત્યારે જે રીતે દાદાગીરી કરીને ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તે વીજપોલની એક પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ ઉભો થવાના કારણે કેટલાક ખેડૂતોને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે તેના માટેનો અનોખો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. અને ખેડૂતો હાલમાં તેના હક્ક માટે જે લડત ચલાવી રહ્યા છે તેમાં અંત સુધી સાથે રહેવા માટેની હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો વતી હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ દલસાણીયાએ જેતપર ગામના ઉપવાસીઓ અને ખેડૂતોને ખાતરી આપી હતી




Latest News