મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 


SHARE









મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 

દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિઓને નવી ઊર્જા આપવા માટે પ્રસ્થાપિત કરાયેલી “સહકાર થી સમૃદ્ધિ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં જિલ્લાની સહકારી સંસ્થાઓએ પર્યાવરણ સંવર્ધન માટે ઉત્સાહ દાખવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના પરિસરમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.  સમગ્ર જિલ્લામાં સહકારિતાનો સંદેશ પહોંચાડવા અને સહકારી ક્ષેત્રના માધ્યમથી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધવાના મુખ્ય હેતુ સાથે આ સઘન વૃક્ષારોપણ અભિયાન યોજાયો હતો તેવું મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવ્યુ છે




Latest News