મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં


SHARE







હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવનને સારવારમાં ખસેડવામાં આવેલ છે જયારે ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવેલ છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા શક્તિસિંહ બળવંતસિંહ વાઘેલા (33)એ છોટા હાથી નંબર જીજે 36 વી 7895 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપરથી સાહેદ પોતાનું બાઈક નંબર જીજે 13 એન 7314 લઈને પસાર થઈ રહ્યા હતા અત્યારે છોટા હાથીના ચાલકે સાહેદના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં સાહેદને બંને પગમાં ફેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આવેલ સરાણિયા વાસમાં રહેતા ગુલમામદભાઈ દરિયાખાન ચૌહાણ (68)એ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 0686 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો જીગર ગુલમામદભાઈ ચૌહાણ પોતાનું બાઈક નંબર જીજે 36 બીસી 4146 લઈને ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો ગાડીના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને હાથે, પગે અને શરીરે ગંભીર જાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયોના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કદી શરૂ કરેલ છે






Latest News