મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા


SHARE









વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા

વાંકાનેરના રંગપર ગામ પાસેથી યુવાન પોતાની બોલેરો ગાડીમાં લાકડા ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેના ભાગેથી આવતા ટ્રકના ચાલકે તેનું વાહન બોલેરો ગાડીમાં આગળથી અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેક્ચર તથા પાંસળી અને હાથમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે  

ચોટીલા તાલુકાના નાળિયરી ગામના રહેવાસી પ્રેમજીભાઈ મનુભાઈ મકવાણા (27)એ હાલમાં ટ્રક નંબર જીજે 14 એક્સ 6200 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરના રંગપર ગામ પાસેથી તેઓ પોતાની બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 8754 લઈને પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એક સાઈડનો રોડ બંધ હોવાના કારણે ફરિયાદી પોતાની સાઇડમાં તેની બોલેરો ગાડી લઈને જતા ત્યારે સામેથી ટ્રક ચાલકે આવીને ફરિયાદીની બોલેરો ગાડી સાથે ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળી અને હાથમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News