મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ધરમનગરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના ધરમનગરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં ભાઈના ઘરે આવેલા વૃદ્ધને માનસિક બીમારી હતી અને તે બીજા માળ ઉપરથી નીચે પટકાતાં તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી વૃદ્ધને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ (60) ને છેલ્લા ત્રણ ચાર મહિનાથી માનસિક બીમારી હોય તેવો ગઈકાલે સવારે 9:00 વાગ્યાના અરસામાં તેમના ભાઈ હિતેશભાઈના ઘરે હતા અને ત્યારે બીજા માળે છત ઉપરથી નીચે ટકાવાના કારણે તેમને ગંભીર જા થઈ હતી જેથી પહેલા સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

12 બોટલ દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક તાલુકા પોલીસ દ્વારા દારૂની રેકરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 12 બોટલ સાથે કિશોરભાઈ બચુભાઈ બાળોદરા કોળી (37) રહે. દિવ્યા પાર્ક હળવદ મૂળ રહે.જોગડ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1080 ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી






Latest News