મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE









મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે પરણીતાનું મોત નીપજયું હતું જે બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા ભક્તિબા રાજદીપસિંહ ઝાલા (26) નામની મહિલાએ ગત તા. 30/6 ના રોજ સાંજના 6:30 વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે અને તેને સંતાનો એક પાંચ વર્ષનો દીકરો છે જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે
 

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના મકનસર ગામે રહેતા ચેતનાબેન ગેલાભાઈ ચાવડા (21) નામની મહિલા કોઈ કારણોસર ઘરે હતી ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.  
#morbi #મોરબી




Latest News