મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ કારખાના નજીક પાણી ભરેલા તળાવમાં યુવાન ડૂબી ગયો હતો જેથી યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની બાજુમાં એન્ટીલા સીરામીક કારખાના નજીક આવેલ તળાવમાં કોઈપણ કારણોસર સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ (18) રહે એન્ટીલા સિરામિક કારખાનામાં બેલા વાળો કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેના મૃતદેહને લાલસીંગ પૂર્ણચંદ્ર મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના મકનસર ગામે વાદી વિસ્તારમાં રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (25)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનયભાઈ પરસોતમભાઈ પટેલ (29) નામના યુવાનને ઘૂટું ગામ નજીક આવેલ લેટેસ્ટ ગાર્ડન ખાતે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. 
#morbi #મોરબી




Latest News