મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો


SHARE







હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો

હળવદના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર માં જાળી અને એંગલ ફીટ કરવાનું કામ કરતાં વૃદ્ધ સહિતના કુલ પાંચ વ્યક્તિઓને બે મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓ દ્વારા ધારિયા, ધોકા અને પાઇપ વડે શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે મહિલા સહિત 12 લોકોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં રહેતા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયા (61)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ વાલજીભાઈ, નિકુલભાઈ મઘાભાઈ, ભાણજીભાઈ ચતુરભાઈ, અનિલભાઈ હેમુભાઈ, હેમુભાઇ વાલજીભાઈ, બાબુભાઈ વાલજીભાઈ, દાદુભાઇ બાબુભાઈ, શૈલેષભાઈ મઘાભાઈ, સુજલભાઈ શામજીભાઈ, શામજીભાઈ હેમુભાઇ, શિલ્પાબેન અનિલભાઈ તેમજ મનીષાબેન શામજીભાઈ રહે બધા રાણેકપર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને સાહેદ નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફીટ કરી રહ્યા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધારીયા, પાઇપ, ધોકા વગેરે હથિયાર સાથે નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદોને આડેધડ માર્યો હતો ત્યારે મુકેશભાઈ અને જયસુખભાઈને માથાના ભાગે માર મારીને ગંભીર કરી હતી જ્યારે ચંદ્રિકાબેન અને જ્યોત્સનાબેનને માર મારીને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી તેમજ પ્રભુભાઈ ને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News